vaishnav jan lyrics in gujarati (વૈષ્ણવજન)
વૈષ્ણવજન
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પર દુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. ॥
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ, કાછ, મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે. ॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે,
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. ॥
મોહ માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામનામ શુ તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ॥
વણલોભી ને કપટરહિત છે, કામ - ક્રોધ નિવાર્યાં રે,
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ ઈકોતેર તાર્યાં રે. ॥

નરસિંહ મહેતા
ReplyDeleteવાહભાઈ વાહભાઈ