Posts

Showing posts from January, 2018

આ કર્મ શું છે? - what is the karma

આમ તો આ સવાલ નો જવાબ ખૂબ સરળ છે માણસ એ  કરેલ દરેક કામ તેનું કર્મ છે. અને દરેક કામ નું એક પરિણામ હોય છે, આ પરિણામ સંપૂર્ણપણે આપણા કર્મ પર આધાર રાખે છે. અને દરેક કરેલા કામ પછી તેના પરીણામ ને કોઈ રોકી શકતું નથી. માટે જ તો કહેવાય છે ને કે "જેસી કરની વેસી ભરની"    " જેવું કરો તેવું ભોગવો" આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક યુનિવર્સિટી માં એક લાયબ્રેરી હતી. જે બપોર ના સમયે પ્રોફેસર અને વિદ્યાર્થીઓથી ભરેલી હતી. અને આ સમયે એક નવું એડમિશન લીધેલ છોકરો પહેલી વાર યુનિવર્સિટીની લાયબ્રેરીમાં આવે છે. આમ તેમ નજર કરીને જુએ છે અને તેને એક ખાલી જગ્યા દેખાય છે. અને એ જગ્યા ની બાજુમાં એક છોકરી પોતાની બુક વાંચી રહી હતી. છોકરા એ તે જગ્યા ની નજીક બેઠેલી છોકરીની પાસે જઈને છોકરા એ છોકરીને પૂછ્યું: "શું હું તમારી બાજુમાં બેસી શકું છું? છોકરીએ ખૂબમોટા અવાજે જવાબ આપ્યો: "ના, હું તારી સાથે રાત વિતાવવા નથી માંગતી!" લાયબ્રેરી ના તમામ વિદ્યાર્થીઓએ એક સાથે તે છોકરા તરફ જોવા લાગ્યા, અને તે છોકરો ખૂબ શરમજનક અવસ્થા માં મુકાઈ ગયો. છોકરી પોતાની ખુરશ...

Tane Jata Joi Panghat Ni Vaate Song Lyrics in gujarati

હે તને જાતા જોઈ  પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ, હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,  હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ.  હે....  કેડે કેદોરો ને પગમાં દોરો.... (2) હે તારા લેહેરીચાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ,  મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ, હે તારા રુપાળા ગોરા ગોરા ઘાટે, મારું મન મોહીં ગયું.  હે...  બેડલુ માથે ને,  મહેંદી ભરી હાથે, (2) તારા ગાગરની છલકાતી છાંટે. મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,  હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ.  હે... રાસે રમતી, ને આંખને ગમતી. (2) પૂનમની રઢીયાળી રાતે,  મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, મારૂ મન મોહી ગયુ, હે તને જાતા જોઈ પનઘટની વાટે, મારૂ મન મોહી ગયુ,  હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, મારૂ મન મોહી ગયુ...

Tari Aankh No Afini Song Lyrics in gujarati

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2) આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની…. તારી આંખનો અફીણી…. પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી, પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી, તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની… તારી આંખનો અફીણી…. ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો, ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો. તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની… તારી આંખનો અફીણી….

Nayan Ne Bandh Rakhi Ne Song Lyrics in gujarati

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ,   પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ   હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને,    તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ, ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ, હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે. નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ, ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે. નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’ એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે

Jyare Pranay Ni Jag Ma Sharuat Thai Hashe Song Lyrics in gujarati

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપ રંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

vaishnav jan lyrics in gujarati (વૈષ્ણવજન)

                         વૈષ્ણવજન વૈષ્ણવજન તો તેને કહીએ,   જે પીડ પરાઈ જાણે રે; પર દુ:ખે ઉપકાર કરે તોયે,  મન અભિમાન ન આણે રે. ॥ સકળ લોકમાં સહુને વંદે,   નિંદા ન કરે કેની રે, વાચ, કાછ, મન નિર્મળ રાખે,   ધન ધન જનની તેની રે. ॥ સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,   પર સ્ત્રી જેને માત રે, જિહ્વા થકી અસત્ય ન બોલે,  પરધન નવ ઝાલે હાથ રે. ॥ મોહ માયા વ્યાપે નહિ તેને,   દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામનામ શુ તાળી રે લાગી,   સકળ તીરથ તેના તનમાં રે. ॥ વણલોભી ને કપટરહિત છે,   કામ - ક્રોધ નિવાર્યાં રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,   કુળ ઈકોતેર તાર્યાં રે. ॥